સેલવાસ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત સામરવરણીના પંચાયત હોલ ખાતે **‘સ્વાસ્થ્ય સંધ્યા વાર્તાલાપ અંતર્ગત ડેન્ગ્યુ નિયંત્રણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો અને ચાલ માલિકો સાથે સીધો સંવાદ સાધીને વિવિધ ગંભીર રોગો સામે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિક નાગરિકો અને ચાલ માલિકો સાથે ખાસ સંવાદ યોજવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુ અને મચ્છરોથી થતા રોગોને ધ્યાનમાં રાખીને, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વેક્ટર જનિત રોગો ના નાબૂદી માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ચાલ માલિકોને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવા, પાણી જમા ન થવા દેવા અને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.


