સાબરકાંઠા: હિંમતનગરના ટાવર રોડ પર નવનિર્મિત જિલ્લા કોર્ટ સંકુલ બહાર આજે એકાએક સળગી ઉઠેલી કારને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આવતીકાલે જ આ ભવ્ય સંકુલનું લોકાર્પણ થવાનું છે, ત્યારે તેના બરાબર ૨૪ કલાક પહેલાં બનેલી આ ઘટનાને પગલે પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અચાનક કારમાંથી જ્વાળાઓ નીકળતાં નાસભાગ મળતી માહિતી મુજબ, નવા જિલ્લા કોર્ટ સંકુલની કમ્પાઉન્ડ વોલ (દિવાલ) પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક જ કોઈ અકળ કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે કારમાંથી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
ભરચક વિસ્તારમાં કારને આ રીતે ભડકે બળતી જોઈને આસપાસના લોકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. VIP મૂવમેન્ટ પહેલાં જ ઘટના બનતા પોલીસ એક્શનમાં આ ઘટના એટલા માટે વધુ ગંભીર બની જાય છે કારણ કે, આગામી ૨૪ કલાકમાં જ આ નવનિર્મિત કોર્ટ સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ખાસ ઉપસ્થિત રહીને સંકુલને ખુલ્લું મૂકવાના છે.
આવા હાઈ-પ્રોફાઈલ અને VIP કાર્યક્રમના ગણતરીના કલાકો પહેલાં જ બનેલી આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આગની માહિતી મળતા જ સ્થાનિક બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઉદ્ઘાટન પૂર્વે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે પોલીસે કાર માલિકની વિગતો, ગાડીનો નંબર અને આગ લાગવા પાછળનું સાચું કારણ (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ) જાણવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


