સેલવાસ સાતમાલિયા ડિયર પાર્ક ના વન્યજીવો માટે ગરમીમાં વિષેશ કાળજી રાખતું વન વિભાગ.. ભીષણ ગરમી માં વનયજીવો ને ખોરાક અને પાણી નો પુરરવઠો અવિરત પૂૂરો પાડવામાં આવે છે….મુક્ત મને વિહરતા વન્ય જીવોને વિશેષ અવાજ દ્વારા બુમ પાડી એસમબલી પોઇન્ટ પર ખોરાક માટે ભેગા કરાય છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ના દપાડા ગામે આવેલું સાતમાલિયા ડિયર પાર્ક 410 હેક્ટર વિસ્તારમાં પસરેલું અભિયારણ માં નીલગાય,ચોસિંગા, સાબર,ચિતલ જેવા 534 ,થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતા નજરે પડે છે..
સાતમાલિયા અભિયારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપતિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવો ને આખું વર્ષ નિરાંત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેલવાસ વનવિભાગે કરેલી છે.
પાનખર અને ઉનાળાની કાળઝાળ ગરમીઓમાં પણ આ વન્યજીવો ને ખોરાક પાણી મળી રહે અને એમનું સ્વાસ્થ્ય જળવાય રહે એ માટે વ્યાપક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગરમીના દિવસોમાં વહેલી સવારે વન્યજીવો ને ખોરાક આપવા પોઇન્ટ પર ભેગા કરવામાં આવે છે જયાં એમને ગ્રીન ફોડર,કેટલ ફીડ,જુવાર બાજરીના પીલિયા,શેરડીની ચીમરી,અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે.
અભિયારણ માં પીવાના પાણીમાટે કુદરતી તળાવ, ચેકડેમ,અને કુત્રિમ તળાવ છે ગરમીમાં તળાવ માં પાણી નો પૂરતો જથ્થો રહે એમાટે કૂવો અને નદીમાંથી પાઇપલાઇન થી પાણી લાવી ઓવરહેડ ટાંકી વડે તળાવમાં અવિરતપણે ઠાલવવામાં આવે છે..આ પાણી વડે વન્યજીવો પોતાની તરસ છીપાવે છે અને તળાવમાં પાણીના કારણે આજુબાજુના મોટા ઝાડો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે.
ચારેકોર પાણી અછત વચ્ચે પણ સેલવાસ વન વિભાગે મૂંગા પ્રાણી પક્ષીઓ માટે ખોરાક પાણી ની ઉત્તમ વ્યવસ્થાઓને પ્રવાસીઓ પણ બિરદાવી રહિયા છે.




