આસામમાં વર્ષો સુધી પીડા ભોગવ્યા બાદ, ‘માણકી’ હાથીને જામનગરના ‘વનતારા’માં મળ્યું નવું જીવન

​ આસામમાં વર્ષો સુધી પીડા ભોગવ્યા બાદ, ‘માણકી’ હાથીને જામનગરના ‘વનતારા’માં મળ્યું નવું જીવન

​આસામના હાઇવે પર લંગડાતા ચાલતા ૪૮ વર્ષીય “માણકી” નામના હાથીનો વીડિયો વાઇરલ થયા બાદ, તેની પીડાદાયક સ્થિતિ જોઈને વન્યજીવ પ્રેમીઓ મદદ માટે આગળ આવ્યા હતા. માણકીના ડાબા પગની ગંભીર પીડા, ઘામાં ઇન્ફેક્શન, એક આંખની નબળી દ્રષ્ટિ અને શરીરની નબળાઈના કારણે તેને લાંબાગાળાની સઘન સારવારની જરૂર હતી.

​હાથીના માલિક રુચિ ચેતિયાની વિનંતી અને સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીની મંજૂરી બાદ, માણકીને રેસ્ક્યુ કરીને જામનગર સ્થિત વિશ્વસ્તરીય વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર ‘વનતારા’ (Vantara) ખાતે ખસેડવામાં આવી છે.

​ કેવી રીતે થઈ રહી છે સારવાર?

​૩૦૦૦ એકરમાં પથરાયેલા વનતારાના આધુનિક એલીફન્ટ હોસ્પિટલ એન્ડ કેર સેન્ટરમાં નિષ્ણાંત પશુચિકિત્સકો દ્વારા કુદરતી વાતાવરણ વચ્ચે માણકીની ખાસ સારવાર શરૂ કરાઈ છે:

  • ​હાઈડ્રો થેરાપી અને એક્યુપંક્ચર: પગની પીડા અને સ્નાયુઓની મજબૂતી માટે.
  • ​આધુનિક દવાઓ: ઘાના ચેપ (ઇન્ફેક્શન) અને ડિહાઈડ્રેશન દૂર કરવા માટે.
  • ​કુદરતી ઉપચાર: કેન્દ્રમાં આવેલા વિશાળ તળાવ અને આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ.

​ટૂંક જ સમયમાં ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન આ ગજરાજ સંપૂર્ણપણે પીડામુક્ત થઈને નવું જીવન માણશે.

  • Related Posts

    સેલવાસ સાતમાલિયા ડિયર પાર્ક ના વન્યજીવો માટે ગરમીમાં વિષેશ કાળજી રાખતું વન વિભાગ.

    સેલવાસ સાતમાલિયા ડિયર પાર્ક ના વન્યજીવો માટે  ગરમીમાં  વિષેશ કાળજી રાખતું વન વિભાગ.. ભીષણ ગરમી માં વનયજીવો ને ખોરાક અને પાણી નો પુરરવઠો અવિરત પૂૂરો પાડવામાં આવે છે….મુક્ત મને વિહરતા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!