પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડૉ. અર્મિડા ફર્નાન્ડીઝ, એક પ્રખ્યાત નિયોનેટોલોજિસ્ટ છે. ભારતમાં નિયોનેટોલોજી, માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને સમુદાય-આધારિત જાહેર આરોગ્યમાં તેમના અગ્રણી યોગદાન માટે જાણીતા છે. તેઓ 1993માં ભારતમાં પ્રથમ માનવ દૂધ બેંકની સ્થાપના કરવા માટે તેમજ ‘સ્નેહ’નાં માધ્યમથી શહેરી ઝૂંપડપટ્ટીમાં માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી કામગીરી, હિંસા નિવારણ અને ગંભીર બીમારીથી પીડાતા લોકોની સંભાળ રાખવા માટે ઓળખાય છે.


